ઇન્કલાબે ઇસ્લામી ના રહેબરનો બયતુલ્લાહના હાજીઓ ને પયગામ

ઇન્કલાબે ઇસ્લામી ના રહેબરનો બયતુલ્લાહના હાજીઓ ને પયગામ
શરૂ અલ્લાહ ના નામથી થી જે રહેમાન તથા રહીમ છે
તમામ હમ્દ જહાનોના પરવરદિગાર માટે જ છે સલવાત તથા સલામ થાય બહેતરીન મખલૂક અમારા સરદાર હઝરત મોહમ્મદે મુસ્તફા તથા તેમની પાકીઝા આલ તેમજ પસંદ થયેલ સહાબીઓ અને કયામતના દિવસ સુધી તેમની પયરવી કરનાર ઉપર
ઇબ્રાહીમ(અ)ની મનગમતી અવાજ, જે અલ્લાહ ના હુકમ થી, દરેક જમાનામાં લોકો ને હજની મોસમમાં કાબા તરફ બોલાવે છે, તે મનપસંદ અવાજે આ વર્ષે દુનિયા ભરના ઘણા મુસ્લિમોના દિલ તોહીદ અને એકતાના આ કેન્દ્ર તરફ આકર્ષાયા છે જુદા જુદા લોકો નું એક જગ્યાએ ભેગા થવું , ઇન્સાની સમાજનો એટલો મોટો જમાવડો બીજા લોકો ને ઇસ્લામ ની રૂહાની તાકાત બતાવે છે
આ મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો અને હજની ઇબાદત, જ્યારે પણ વિચારશીલ નજરથી જોવામાં આવે છે, ત્યારે તે મુસ્લિમોના દિલ મજબૂત બનાવે છે અને તેઓને ઇત્મેનાન આપે છે, અને દુશ્મન અને બદખવાહ માટે ખતરનાક તથા ડરામણી ચીજ છે.
ઉમ્મત ઇસ્લામી ના દુશ્મનો અને બદખવાહ લોકો માટે નવાઈ નથી કે “હજની ફરજ ના દરેક પહેલું ને ખરાબ કરવાની કોશિશ કરે” ક્યારેક રાજકીય તથા મઝહબી મતભેદોને ઊજાગર કરીને તો ક્યારેક હજની ઇબાદત ના રૂહાની પહેલું નું ઓછું મુલ્યાંકન કરીને
કુરાઆન હજને
બંદગી, ઝિક્ર તથા નમ્રતા જાહેર થવાની જગ્યા
તમામ ઇન્સાન નો એહતેરામ સરખો હોવાનું જાહેર થવાની જગ્યા
ઇન્સાન ની રૂહાની તથા જિસ્માની જિંદગીની સરખી ગોઠવણી જાહેર થવાની જગ્યા
બરકત તથા હિદાયત જાહેર થવાની જગ્યા
અખ્લાક, આરામ તથા ભાઈઓ ના વચ્ચે મેળમેલાપ જાહેર થવાની જગ્યા
દુશ્મનો સામે મજબૂત મોરચો સંભાળવા તથા નફરત જાહેર કરવાની જગ્યા ઓળખાવી છે
હજ સંબંધિત આયતો વિશે વિચારવા થી અને હજની બેમિસાલ ફરજો તથા આમાલ પર ચિંતન કરવાથી આપણે હજની ગોઠવણમાં આ અને આના જેવી અનેક હિકમતો દેખાય છે.
તમે, હાજી ભાઈઓ અને બહેનો, હવે આ હક અને ઇલ્મ તથા અમલના મેદાનમાં છો. તમારા વિચારો અને કાર્યને તેની નજીક અને વધારે નજીક લાવો, અને આનાથી હાંસિલ કરેલા બુલંદ મતલબ તથા ઓળખ ની સાથે ઘર તરફ પાછા ફરજો જે તમારી હજનો હકીકી અને કિંમતી હદિયો છે.
ભૂતકાળની સરખામણીએ આ વર્ષે બરાઅત(બુરાઇ થી નફરત)નો મુદ્દો વધુ પ્રબળ છે. ગાઝાના અત્યાચારો, જેનો દાખલો આપણા જમાનામાં જોવા નથી મળતો, અને નિર્દય શાસનનો અત્યાચાર તથા ક્રૂરતા તેમજ નિર્દયતા ભરેલા કાર્યો એ-અલબત્ત ઝિઓનિઝમનો પતન નજદીક છે- છતાં પણ મુસલમાન ના કોઈપણ ફિરકા કે વ્યક્તિ કે કોઈ વિચારસરણી માટે કોઈપણ પ્રકારની નરમાશ અથવા ટાલ મટોળ માટે કાંઇ જગ્યા બાકી જ નથી રાખી.
ઝિઓનિસ્ટ શાસન અને તેના સમર્થકો, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની સરકાર પ્રત્યે નફરત દરેક દેશની પ્રજા તથા સરકારે પોતાની બોલચાલ માં જાહેર કરવી જોઈએ જેથી જલ્લાદ માટે જમીન તંગ થઇ જાય.
પેલેસ્ટાઈનનો મજબૂત પ્રતિકાર, અને ગાઝાના મઝલુમ લોકો ની ધીરજ, એવી મહાન ધીરજ કે દુનિયા ના લોકો જેના વખાણ કરવા માટે મજબૂર થઈ ગયા છે, તેમને દરેક રીતે સમર્થન આપવું જોઈએ.
હું અલ્લાહ પાસે તેઓના સંપૂર્ણ અને ઝડપી વિજય માટે દુઆ કરૂં છું, અને વ્હાલા હાજીઓ હું તમારા માટે કામ્યાબ હજની દુઆ કરું છું,. હઝરત બકિયાતુલ્લાહ ( જેમના ઉપર મારી જાન કુરબાન થાય તેમ) ની કબુલ થયેલ દુઆ થી તમને સમર્થન મળે.
વસ્સલામો અલયકુમ વ રહમતુલ્લાહ
સૈયદ અલી ખામેનાઇ
૪ ઝિલ્હજ હિજરી કમરી ૧૪૪૫
૨૨ ખુરદાદ ૧૪૦૩